મોરબી : મોરબીના બાદનપર-આમરણ ગામે કોઈ નરાધમે પોતાના અંગત હિત ખાતર એક ગૌવંશ ઉપર કુહાડીથી બેરહેમીપૂર્વક હુમલો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે ગામના નાગરિક નિલેશભાઈએ જણાવ્યું હતું કે, ગામના સીમ વિસ્તારમાં ગૌવંશ ઉપર કોઈએ કુહાડી ઝીકી દીધી હાલતમાં મળી આવતા આ ગૌવંશની હાલ તુરત ગ્રામજનો દ્વારા સારવાર કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ખેતર વિસ્તારમાં હુમલો થયો હોય કોણે હુમલો કર્યો એ જાણવા મળ્યું નથી. જો કે અગાઉ પણ બે ત્રણ ગૌવંશ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. જેની પણ જે તે સમયે ગૌપ્રેમી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે મોરબી જિલ્લામાં સૌથી વધુ હળવદમાં ગૌવંશ ઉપર એસિડ કે કુહાડીથી એટેક થાય છે. ત્યારે હવે મોરબી પંથકમાં પણ ગૌવંશ ઉપર એટેક થતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉથયી છે અને ગૌવંશ ઉપર હુમલા કરતા તત્વો ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
