મોરબી : દિવાળી નજીક આવતાની સાથે જ ગિફ્ટ ની આપલે શરૂ થઈ જતી હોય છે. જેની સાથે જેવો સબંધ તે મુજબ એક બીજાને ગિફ્ટ ની આપલે થતી હોય છે. દિવાળી નિમિતે લેવામાં આવતી ગિફ્ટો કોઈપણ સરકારી બાબુ એ સ્વીકારવાની નહીં તેવું સરકારી નીતિ મુજબ હોઈ છે પરંતુ જે અધિકારીએ આખું વર્ષ તેમના કામ કર્યા હોય એટલે તેમને સાચવવા તો પડે. આજે મોરબીમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જિલ્લા સેવા સદને સરકારી બાબુઓને દિવાળીની ગિફ્ટ આપવા એક ગાડી આવી હતી. આ ગાડીમાં અનેક ગિફ્ટ પેક કરેલી જોવા મળી હતી. એક વ્યક્તિ આ ગાડી માંથી બહાર આવ્યા હતા અને સરકારી બાબુ માટે ગિફ્ટ લઈને સરકારી કચેરીમાં અંદર ગયા હતા.

આ સમયે એક કવરેજ માટે ઉપસ્થિત પત્રકારો નું ધ્યાન ગયું હતું. પત્રકારો એ ગિફ્ટ લઈને જતા વ્યક્તિના અને ગાડીના ફોટા વિડિઓ લેતા ગિફ્ટ લઈને આવેલ વ્યક્તિઓ ને એ વાત નું ભાન થયું હતું કે કંઈક ખોટું થયું છે ત્યારે ગાડી ફૂલ સ્પીડમાં હકારીને સેવા સદનના કમ્પાઉન્ડ માંથી બહાર જતી રહી હતી.જો કે, આ ગિફ્ટ કોણ લાવ્યું હતું એ જાણવા મળ્યું નથી. પણ સરકારી કચેરીઓમાં અન અધિકૃત રીતે ગિફ્ટનો દિવાળીએ વરસાદ થયો હોવાનું પણ સામે આવ્યું હતું. આ ગિફ્ટ વિશે સતાવાર રીતે કોઈએ ખુલાસો રજૂ કર્યો નથી. પણ આ ગંભીર બાબત મીડિયાને ધ્યાને આપતા ગિફ્ટ લઈને આવેલ બંને વાહનો રફુચક્કર થઈ ગયા હતા.