Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આયોજિતગુજરાત કબડ્ડી...

મોરબીમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આયોજિતગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રોત્સાહક નીતિના કારણે વિવિધ રમતમાં ખેલાડીઓએ ભારતને ઓલમ્પિકમાં ૫૦થી વધુ મેડલ અપાવ્યા:કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

મંત્રીશ્રી તથા ઇન્ટરનેશનલ ખેલાડીઓની ઉપસ્થિતિમાં આણંદ અને ખેડાની ટીમ વચ્ચે કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ; ખેલાડીઓમાં ઉત્સાહ

મોરબીમાં જોધપર ખાતે કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આયોજિત કબડ્ડી લીગ ટુર્નામેન્ટ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિત સમગ્ર ટીમને ખુબ સરસ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિવિધ ભાતીગળ રમતો એ આપણી ભારતની પ્રાચીન પરંપરા રહી છે. કબડ્ડી જેવી જૂની રમતોમાં આપણા યુવાનો આગળ આવે તે માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રમત અને રમતવીરોને પ્રોત્સાહન આપવાની નીતિ થકી આજે દેશના ખેલાડીઓએ ભારતને ઓલમ્પિકમાં ૫૦ થી વધુ મેડલ અપાવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ તમામ ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યના યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે ટંકારા – પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન – જોધપર ખાતે ગુજરાત કબડ્ડી લીગ સાથે કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો કૃષિ અને પશુપાલન, ગૌ સંવર્ધન અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટૉસ ઉછાળી આણંદ અને ખેડાની ટીમ વચ્ચે કબડ્ડી ટુર્નામેન્ટ મેચનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. બંને ટીમના ખેલાડીઓએ ઉત્સાહભેર કબડ્ડી લીગમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઈન્ટરનેશનલ ખેલાડીશ્રી નીતુ રેગી, સાક્ષી કુમારી અને પિંકી રોય, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય સર્વશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી અજયભાઈ લોરીયા, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પટેલ સહિત મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments