દિવાળીના તહેવારોને લઈને તમામ તાલુકાઓમાં ખાદ્ય સામગ્રી બનાવતી દુકાનોમાં તપાસ, ૫૦ સ્થળોએથી નમૂના લેવાયા
મોરબી : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારોને ધ્યાને લઇને મોરબી જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ૭૦ જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૫૦ દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત ૧૦૯ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.




જેમાં નમકીન, ધી, મીઠાઈ, મસાલા, તૈયાર ખોરાક, ખાદ્યતેલ, દુધની બનાવટો વગેરે કેટેગરીના નમુના લેવામા આવેલ હતા. મોરબી તાલુકામાં ૨૨ પેઢીની તપાસ કરવામા આવી હતી અને ૧૫ નમુના લેવામા આવ્યા હતા. વાંકાનેર તાલુકામાં ૧૫ પેઢીની તપાસ કરવામા આવી હતી.અને ૧૨ નમુના લેવામા આવેલ હતા. હળવદ તાલુકામાં ૧૨ પેઢીની તપાસ કરવામા આવી હતી અને ૧૦ નમુના લેવામા આવ્યા હતા. ટંકારા તાલુકામાં ૧૩ પેઢીની તપાસ કરવામા આવી હતી અને ૮ નમુના લેવામા આવ્યા હતા, માળીયા તાલુકા માં 8 પેઢીની તપાસ કરવામા આવી હતી અને ૫ નમુના લેવામા આવ્યા હતા.૧૦૯ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.