મોરબી : મોરબીમાં શનાળા રોડ પર મોડી રાતે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે અને કાર બેંક શટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારનો બુકડો બોલી ગયો તો શટર પણ બેડ વળી ગયું હતું. અકસ્માત કઈ રીતે બન્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કારમાં કેટલા લોકો હતા કોઈને ઇજા થઇ છે કે નહીં તે જાણવામાં મળ્યું નથી.

