Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી એસપી રોડ ખાતે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ

મોરબી એસપી રોડ ખાતે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ

મોરબી : ગઈકાલે શુક્રવાર અને તારીખ 25 ના રોજ મોરબી એસપી રોડ ખાતે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત એકતા એજ લક્ષ્ય સંગઠનની પ્રથમ મીટીંગનું આયોજન થયું હતું જેમાં મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી હિન્દુ સમાજ ઉપસ્થિત રહી આગળના સમયમાં કઈ રીતે સંપૂર્ણ મોરબીને એકતાના તાંતણે બાંધવું અને દરેક હિન્દુને હિન્દુ થી કઈ રીતે જોડવા એવા અનેક વિષયો પર ગહન ચર્ચા થઈ હતી.

એકતા એજ લક્ષ્ય હિન્દુ સમાજ માટે કાર્ય કરતું સંગાથ છે જે ગુજરાત ના દરેક તાલુકા અને જિલ્લા માં સક્રિય છે ત્યારે મોરબી માં પણ હિન્દુ સામાજિક રીતે ધાર્મિક રીતે આર્થિક રીતે એકતાથી બંધાય અને હિન્દુ સમાજ સશક્ત મજબૂત બને તથા હિન્દુ સમાજ ઉપર લવજીયાત અથવા કોઈ પણ ધાર્મિક ઉત્પિડન થાય છે એને કઈ રીતે રોકી શકાય એવા વિષયોને લઈને વિશેષ ચર્ચાઓ થઈ હતી હિન્દુ સમાજને પ્રશાસનિક અને રાજકીય મદદ પણ કઈ રીતે મળે એ બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા હિન્દુ સમાજમાં ક્યારેક જ્ઞાતિ વિગ્રહ ના થાય અને એક બની સમરસ બની કાર્ય થાય એ માટે અનેક સમિતિ અને રચના કરવામાં આવી હતી એકતા એ જ લક્ષ સંગઠન જે અઢારે વર્ણનું સંગઠન છે આ સંગઠન હવે મોરબીમાં સંપૂર્ણપણે સક્રિય થઈ મોરબી ને સંપૂર્ણ ભાગવામાં બનાવવા કાર્ય કરશે સંગઠનના બેઠકમાં મોરબી તાલુકાના અનેક ગામોમાંથી પણ ભાઈઓ આવ્યા હતા બેઠક નું નેતૃત્વ સંગઠન ના સંસ્થાપક હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ અને સંગઠન ના મોરબી જિલ્લા પૂર્વ અધ્યક્ષ રમેશ ભાઈ પટેલ દ્વારા કરાયું હતું જેમાં 150 થી વધુ હિન્દુ ભાઈઓ જોડાયા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments