જુના નાગડાવાસ ગામે મકાનના ફળિયામાં પડેલી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમના જિજ્ઞાસાબેન કણસાગરા,સુરેશભાઈ હૂંબલ,સંજયભાઈ રાઠોડ અને ભાવેશભાઈ મિયાત્રાની હકીકત ના આધારે મકાનના ફળિયામાં રહેલ કારમાંથી પોલીસે ૩૧૮ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી દારૂનો જથ્થો અને કાર સહીત ૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના નાગડાવાસ ગામે રહેતા દાદુભાઈ બચુભાઈ મહેતાના રહેણાંક મકાનના ફળિયામાં એક કાર પડેલી છે જે કારમાં દારૂનો જથ્થો વેચાણ કરવા રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી કાર જીજે ૦૩ એબી ૬૧૬૧ મળી આવી હતી જે કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.જે કારમાંથી પોલીસે ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ ૧૩૨, 8 પીએમ વ્હીસ્કીબોત્લ નંગ ૨૪, રોયલ ચેલેન્જર્સ વ્હીસ્કી બોટલ નંગ ૨૪, એન્ટીકયુંટી બ્લુ વ્હીસ્કી બોટલ નંગ ૧૨, બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી બોટલ નંગ ૧૨૬ સહીત કુલ બોટલ નંગ ૩૧૮ કીમત રૂ ૨,૫૦,૨૨૭ નો જથ્થો મળી આવતા દારૂ અને કાર કીમત રૂ ૫૦ હજાર મળીને કુલ રૂ ૩,૦૦,૨૨૮ નો મુદામાલ કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી દાદુ બચુભાઈ મહેતા રહે જુના નાગડાવાસ તા. મોરબી વાળો હાજર નહી મળી આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે
આ સમગ્ર કામગીરીમાં એમ.પી.પંડયા, કે.એચ.ભોચિયા, વી.એન.પરમાર, જિજ્ઞાસાબેન કણસાગરા,સુરેશભાઈ હૂંબલ,સંજયભાઈ રાઠોડ અને ભાવેશભાઈ મિયાત્રા સહિતનો એલસીબી સ્ટાફ જોડાયેલ હતો