ગઈ કાલે અમે એક સમાચાર લખ્યા હતા કે “મોરબી જિલ્લા સેવા સદનમાં દિવાળીની ગિફ્ટ આપવા આવેલ વાહન અચાનક ભાગ્યું” આ સમાચાર બાદ આજે જિલ્લા સેવા સદનમાં ગિફ્ટ આપવા માટે આવેલ વ્યક્તિનો ગિફ્ટ લઈને જતો ફોટો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.



દિવાળી આવે ત્યારે એક બીજાને ભેટસોંગત આપવામાં આવતી હોય છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ એ પણ વર્ષ દરમિયાન અલગ અલગ કંપની કે વ્યક્તિઓના કરેલા કામ અને સબંધ મુજબ ગિફ્ટ આપી સરકારી અધિકારી કે કર્મચારીને રાજી રાખતા હોય છે. રાજી રાખવા પણ પડતા હોય છે કેમ કે ફરી પાછા કામ લઈને સરકારી કચેરીઓના આંટા ફેરા કરવાના હોઈ છે. ગઈ કાલે અચાનક બે બોલેરો જીપ આવી ને જિલ્લા સેવા સદન ના કમ્પાઉન્ડ માં ઉભી રહી. તેમાંથી એક વ્યક્તિ બહાર આવે છે જેના હાથમાં સરસ મજાની ગિફ્ટ પેક કરેલી હતી. આ વ્યક્તિ હાથમાં ગિફ્ટ લઈને સેવા સદનના પગથિયાં ચડીને અંદર જતા હોય તેવા ફોટો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આ વ્યક્તિ કોણ હતું અને સેવા સદનની કંઈ ઓફિસમાં ગિફ્ટ આપવા ગયા તે હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ પણ પ્રકારની ગિફ્ટ સ્વીકારી શકે નહીં તો પણ જાહેરમાં આવી ગિફ્ટ લઈને કોને આપવા ગયા હશે તે પણ એક સવાલ છે.