Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsછેલ્લા ચાર વર્ષથી મા નર્મદાના પાણીથી જીવંત દાદાગુરૂએ ટંકારામાં કરી પધરામણી

છેલ્લા ચાર વર્ષથી મા નર્મદાના પાણીથી જીવંત દાદાગુરૂએ ટંકારામાં કરી પધરામણી

ટંકારા : ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (મા રેવા) નર્મદાના જળપાનથી હજારો દિવસથી તપસ્યા કરનાર સંતે આજે ટંકારામાં પધરામણી કરી હતી.

રાજકોટ તરફ જતી વેળાએ ટંકારા પી. એસ. આઈ. એમ.જે. ધાંધલના આમંત્રણથી તેઓ ટંકારા પધાર્યા હતા અને પોલીસ સ્ટેશન સ્ટેશન હરીયાળુ કરવાની ભાવનાથી પોલીસ મથકના પટાંગણમાં એક પેડનું વાવેતર કર્યુ હતું. આ તકે પ્રકુતિ જીવની છે જેની જાળવણી કરી આપણે જીવંત રહી શકવાની વાત કરી ટંકારા વુક્ષો પ્રત્યેની ચિવટની ખુબ પ્રશંસા કરી હતી.

મહત્વનું છે કે, 17 ઓક્ટોબર 2020થી અન્ન ત્યાગ કરી માત્ર એક લોટો નર્મદા મૈયાનો પીને મહાવ્રત પાલન કરનાર દાદાગુરૂએ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો. ગુજરાત ભ્રમણ વખતે ટંકારા આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ નિહાળવા પધારશે તેવું તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments