રિસોર્ટમાં કરોડો રૂપિયા રોકડ હોવા છતાં આંકડો લાખોમાં આવ્યો: એક આરોપીનું નામ પણ ખોટું
શનિવાર ની રાત્રીના સમયે ટંકારા પોલીસ દ્વારા મોરબી- રાજકોટ હાઇવે પર આવેલ કમ્ફર્ટ રિસોર્ટ માં બાતમી આધારે રેડ કરી નવ જેટલા શખ્સો ને ઝડપી 12 લાખની રોકડ અને બે ફોર્ચ્યુનર કાર સહિત 63.15 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હોવાનું જાહેર કર્યું હતું. આ સમાચાર વાયુવેગે શહેરભર માં ફેલાતા તરહ તરહ ની વાત સામે આવવા લાગી હતી. શહેરમાં થતી ચર્ચા મુજબ જે જગ્યા એ જુગાર રમતા હતા ત્યાં 90 લાખથી લઈને એક કરોડ જેટલી રોકડ રકમ હતી. બીજું એક આરોપી ને બદલી નાખવમાં આવ્યો છે અને એક આરોપી ને કોઈના દબાણ કે કહેવાથી જવા દેવામાં આવ્યો છે તેવી ચર્ચા એ જોર પકડ્યું હતું. ગઈ કાલથી થઈ રહેલી ચર્ચા માં એક હકીકત સામે આવી છે.

પોલીસે જુગાર માં પકડાયેલ તમામ આરોપીઓ ના ફોટા તેના નામ સાથે પત્રકારો ને આપ્યા હતા. પત્રકારો એ પોતાના વિવિધ માધ્યમો માં તે પ્રસિદ્ધ કર્યા હતા. ફોટા અને નામ જોઈ ને ઘણા લોકોને ફોન આવવા લાગ્યા હતા કે એક આરોપી નો ફોટો અને નામ મેળ ખાતો નથી. કારણ કે જે લોકો એ ફોટા વાળા આરોપી ને ઓળખતા હતા તેમણે કહ્યું હતું કે આ આરોપી રવિ પટેલ નહીં પરંતુ તીર્થ ફળદુ છે. આજે ટંકારા પોલીસ દ્વારા પણ આ વાત ને સમર્થન આપતા જણાવ્યું હતું કે એક આરોપી એ પોતાના મોબાઈલ માં રહેલ આધાર કાર્ડ બતાવી ને પોતાનું નામ રવિ મનસુખભાઇ પટેલ છે તેવું કહી પોલીસ ચોપડે રવિ પટેલ તરીકે નામ દર્શાવ્યું હોવાનું પોલીસે કહ્યું છે. આરોપી તીર્થ ફળદુ સીરામીક વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું અને વ્યવસાયિક મોટા ગ્રૂપ સાથે જોડાયેલ હોવાનું જાણવા મળ્યું છે.
એક આરોપી નું નામ બદલામાં માં આવ્યું હોવાની જે લોક ચર્ચા ચાલતી હતી તેની પર પોલીસે મહોર મારી છે એટલે એતો સાબિત થયું છે કે લોકો દ્વારા જે ચર્ચા થતી હતી તેમાં તથ્ય હતું માત્ર હવામાં વાતો થતી ન હતી.
બીજે જે ચર્ચા હજુ ચાલુ જ છે તેવી પોલીસે જ્યારે જુગારધામ પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં સ્થળ પર 90 લાખ થી લઈને એક કરોડ જેટલી રોકડ રકમ હતી. પોલીસે પોતાની કાર્યવાહી દરમિયાન 12 લાખ રોકડ રકમ કબ્જે કરી હોવાનું દર્શાવ્યું છે. પોલીસે એક આરોપી ને ફરાર દર્શાવ્યો છે એની પણ ચર્ચા ચાલે છે કે આ આરોપી ખરેખર ફરાર થઇ ગયો હતો કે કોઈના કહેવાથી તેને જવા દેવામાં આવ્યો હતો.
ગઈ કાલથી શહેરમાં જે ચર્ચા ચાલતી હતી તેમાંથી એક ચર્ચા પર તો ખુદ પોલીસે જ મહોર મારી છે અને તીર્થ ફળદુ સામે હવે કાર્યવાહી થાય તેવા પણ સંકેતો પોલીસ પાસેથી મળી રહ્યા છે ત્યારે અન્ય લોક ચર્ચા પણ સાચી કે ખોટી તે આવનાર સમયમાં બહાર આવશે.

આપને જણાવી દઈએ કે ગત શનિવાર ની રાત્રીના સમયે ટંકારા પોલીસ દ્વારા કમ્ફર્ટ રિસોર્ટમાં રેડ કરી હતી. જુગારીઓ પૈસા બહાર કારમાં જમા કરાવી તેના ટોકન લઈને ટોકન દ્વારા જુગાર રમતા હતા. ટોકન જોતા સ્પષ્ટપણે લાગે છે કે, આ જુગારીઓ ઘણા લાંબા સમયથી જુગાર રમતા હશે. એક દમ પ્રોફેશનલ જુગારીઓ ની રીતે કેશીનો ટાઈપ જુગાર ચાલતો હતો. જે જગ્યાએ જુગાર રમાતો હતો તે ભાજપના અગ્રણી ની રિસોર્ટ હોઈ જગ્યા બદલવા માટે પણ પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હતું પરંતુ પોલીસે મચક નહીં આપી તેજ રિસોર્ટમાં જુગાર રેડ બતાવી હતી. જેવું પણ જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપીઓમાંથી બે ત્રણ એવા પણ આરોપીઓ છે કે જેઓ પાંચ દશ લાખના જુગારમાં રમવા પણ ન બેસે એટલે શંકા આમ પણ મજબૂત બને છે કે સ્થળ પર અંદાજીત એક કરોડ આસપાસની રોકડ હશે. જો એક કરોડ આસપાસ રોકડ રકમ હોઈ તો પોલીસ દ્વારા માત્ર 12 લાખ રોકડ દર્શાવી બાકી ની રકમ ક્યાં ગઈ તે પણ મોટો સવાલ છે.
