મોરબી માર્ગ અને મકાન વિભાગ કચેરીના કર્મયોગીઓ દ્વારા દરેક વિશેષ દિવસોનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે કાર્યપાલક ઈજનેર ડી.કે.સોલંકીની આગેવાનીમાં કચેરીના સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા.ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.
