સમાજના કાર્યકર્તાઓ અને દાતાઓનું પણ જ્ઞાતિ રત્ન એવોર્ડથી બહુમાન કરાયું
મોરબી : ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજનાં અગ્રણી કાર્યકર જગદીશભાઈ બાંભણીયા, દિનેશભાઈ સાંથલીયા, અજયભાઈ વાઘાણી, ભરતભાઈ સારલા, કલ્પેશભાઈ ગણેશિયા, અવચરભાઈ દેગામાં, મુનાભાઈ રાણેવાડીયા તથા ફોટોગ્રાફર દિપક વાઘાણી વિગેરે સમાજના ભાઈઓએ ખૂબ સારી મહેનત કરીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.


આ પ્રસંગે મોરબીનાં જુનાં કાર્યકર્તા એવા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયાનું સમગ્ર સમાજવતી જ્ઞાતિ રત્ન એવોર્ડ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધનજીભાઈ જી. સંખેશટિયા, ભાણજીભાઈ ડાભી, તુલસીભાઈ પાટડીયા, તથા જગદીશભાઈ બાંભણીયા અને સમગ્ર દાતાઓ ને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


ઉપરાંત આ પ્રસંગે સમાજના આગેવાનો પરસોત્તમભાઈ સાબરીયા, નિલેશભાઈ દેગામા, સુરેશભાઈ સીરોહરા ગોપાલભાઈ સાંતલપરા, જયંતીભાઈ ઝીંઝુવાડીયા, ઘનશ્યામભાઈ ધામેચા, વિગેરે તેમજ બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આર્થિક સાથ અને સહયોગ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમાજનો દરેક બાળક શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી સમાજ અને પોતાનાં પરિવાર નું ગૌરવ બને એવા આશિષ આપ્યા હતા. તેમ આયોજક/સંયોજક જગદીશભાઈ બાંભણીયા અને દિનેશભાઈ સાંથલીયાની યાદીમાં જણાવાયું છે.
