મોરબી : માટેલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકને હડકવા ઉપડતા તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

માટેલમાં એક 35 વર્ષના યુવકને ત્રણ દિવસ પૂર્વે હડકાયું કૂતરું કરડયું હતું. જેથી આ યુવકને હડકવાની અસર શરૂ થઇ હોય, આજે સાંજે તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હતા. બાદમાં યુવકને હાથ- પગ બાંધીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે. જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
