Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કેસરબાગ નજીક પાણી ભરેલા ખાડામાં કાર ખાબકતા જાનહાની સહેજમ ટળી

મોરબીમાં કેસરબાગ નજીક પાણી ભરેલા ખાડામાં કાર ખાબકતા જાનહાની સહેજમ ટળી

ઓવરબ્રિજના કામ માટે ખોદવામાં આવેલ ખાડામા પડેલી કારને ક્રેઇનની મદદથી બહાર કઢાઈ

મોરબી : મોરબી શનિવારે સાંજના સમયે નટરાજ ફાટકે નિર્માણાધિન ઓવરબ્રિજ માટે ખોદવામાં આવેલ ખાડામાં એક કાર ખાબકતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાદમાં ક્રેઇનની મદદથી કારને પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.

મોરબીના નટરાજ ફાટકે બની રહેલા ઓવરબ્રિજ માટે હાલમાં પીલોર માટે ખાડા કરવામાં આવ્યા છે જેમા કેસરબાગ નજીક આવા જ એક ખાડામાં હાલમાં પાણી ભરેલું હોય સાંજના સમયે એક હોન્ડા સીટી કારના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પાણી ભરેલ ખાડામાં ખાબકી હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. બાદમાં ક્રેઇનની મદદથી કારને પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢવામાં આવી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments