મોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવારો માટે રેમન પાર્ટ પ્લોટ ખાતે જિલ્લા સેવા સદન પાછળ મોરબી -2 સામાકાંઠે નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મોરબી શહેર તથા જિલ્લામાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવારો ઉમટી પડ્યા હતા અને એકમેકને નવું વર્ષ તમામ રીતે સુખમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.







