મોરબી : મોરબીના પરશુરામ ધામ નવલખી રોડ ખાતે બ્રહ્મસમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. પરશુરામ ધામ ખાતે યોજાયેલા સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉમટી પડ્યા હતા અને એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ સ્નેહમિલનમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી હસુભાઈ પંડ્યા, જગદીશભાઈ ઓઝા ડો. બી.કે.લેહરું ડૉ. રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, મુકુંદભાઈ જોશી પ્રશાંતભાઇ મહેતા, નીલાબેન પંડિત, કલ્પનાબેન શર્મા સહિત બ્રહ્મ સમાજના લોકોઍ મોટી સંખ્યામાં કાર્યક્રમ પૂર્ણ થયે સોએ પ્રસાદ લીધેલ હતો. અને સ્વચ્છતા માટે દરેક બ્રહમ્બંધુંએ શપથ લિધા હતા. આ કાર્યક્રમને સફળ બનવા માટે નીરજ ભટ્ટ અને ચિંતન ભટ્ટએ જેહમત ઉઠાવી હતી.




