મોટા શો રૂમ, દુકાનો,, મોલ, ઔદ્યોગિક એકમો દિવાળીના મીની વેકેશન બાદ શરૂ થતાં જનજીવન રાબેતા મુજબ ધમધમી ઉઠ્યું
મોરબી : સીરામીક સીટી મોરબીની બજારો દિવાળી અને નૂતન વર્ષ બાદ પણ સુમસામ હતી. આ બજારો શુકણવંતી લાભપપંચેમે ધમધમી ઉઠી છે.મોટા શો રૂમ, દુકાનો,, મોલ, ઔદ્યોગિક એકમો દિવાળીના મીની વેકેશન બાદ શરૂ થતાં જનજીવન રાબેતા મુજબ ધમધમી ઉહયું છે. જેમાં માર્કેટ યાર્ડ શરૂ થતાં ફરીથી હરરાજી ચાલુ થતા ખેડૂતો હરખાઈ ઉઠ્યા છે. એકંદરે આજે લાભદાયક લાભપાંચમથી તહેવારોને મન ભરીને માણી તમામ લોકો પોત પોતાના કામે લાગ્યા છે.

મોરબીમાં દિવાળી પછીના પડતર દિવસથી બજારોમાં રજાનો માહોલ સર્જાયો હતો. મોટાભાગના લોકો હરવા ફરવા ઉપડી ગયા હતા. કોઈ બહારગામ કે કોઈ યાત્રાધામ કે કોઈ પરિવાર મિત્રો સાથે હિલ સ્ટેશનોએ ફરવા નીકળી ગયા હતા. જો કે શાળા કોલેજમાં હજુ પણ દિવાળીના મીની વેકશેનનો માહોલ છે. એટલે વિદ્યાર્થીઓ મનભરીને રજા માણી રહ્યા છે. પણ મોટેરાઓના રજાનો આનંદ આજથી પૂરો થતો હોય તમામ લોકો ગઈકાલે જ હરવા ફરવાના સ્થળેથી વાપસી કરી હતી અને આજે લાભપાંચમે વેપારીઓએ શ્રીફળ વધેરીને ધંધાના શ્રી ગણેશ સાથે શુકન સાચવ્યું હતું અને બોણી કરી હતી. જ્યારે માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થતા હરરાજી થઈ હતી.