Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમા શેરબજારમા રોકાણના નામે 50 લાખ પડાવી લીધા

મોરબીમા શેરબજારમા રોકાણના નામે 50 લાખ પડાવી લીધા

કન્સલ્ટિંગનો ધંધો કરતો યુવાન છેતરાતા 13 શખ્સો વિરુદ્ધ ઠગાઈનો ગુન્હો દાખલ

મોરબી : મોરબીમાં યુવાનને શેરબજારમાં નાણાં રોકાણના બહાને શિશામાં ઉતારી 50 લાખનો ચૂનો ચોપડ્યો હોવાંની ઘટના સામે આવી છે. જેમાં કન્સલ્ટિંગનો ધંધો કરતા યુવાન સાથે વોટ્સએપ મારફતે સંપર્ક સાધી ભેજાબાજ ટોળકીએ શેરબજારમાં રોકાણના નામે 50 લાખની ઠગાઈ કરી હોવાનું બશર આવતા આ ઠગ ટોળકીના 13 આરોપીઓ વિરુદ્ધ સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં કન્સલ્ટિંગનો ધંધો કરતા ભરતભાઇ ગોરધનભાઇ પાચોટીયા ઉ.43 નામના યુવાન સાથે અલગ અલગ સાત મોબાઈલ નંબર અને વોટ્સએપ ધરકોએ શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર અને આઇપીઓ લાગ્યા હોવાનું કહીને તગડા રૂપિયા મળવાનું કહીને લાલચમાં હતા. આ યુવાન શેરબજારમાં તગડા રૂપિયાની લાલચમાં એટલો અંધ બની ગયો હતો કે, જેની સાથે આંખની ઓળખાણ ન હતી એની ઉપર અંધ વિશ્વાસ કરી બેઠો હતો. આ અંધ વિશ્વાસની તેણે આકરી કિંમત ચૂકવવી પડી હતી. જેમાં આરોપીઓએ યુવાનને બરોબર રીતે ઓનલાઈન ફ્રોડમાં ફસાવીને જુદાજુદા બેક એન્કાઉન્ટમાં 50 લાખ જમા કરાવીને પછી હાથ ઊંચા કરી દીધા હતા. જેમાં શેરબજારમાં રોકાણના નામે બંધન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઈ બેંકના અલગ અલગ ખાતા નંબરના ધરકોએ રૂપિયા 50 લાખની છેતરપિંડી કરતા ફરિયાદી ભરતભાઈએ વોટ્સએપ મોબાઈલ નંબર તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકો એમ 13 આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments