Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારા નગરપાલિકા જાહેર થતા જ વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ મંજુર કરાવતા...

ટંકારા નગરપાલિકા જાહેર થતા જ વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ મંજુર કરાવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના

જાહેર શૌચાલય માટે રૂપિયા ૧.૭૦ કરોડ તેમજ વ્યક્તિગત સૌચાલય માટે અંદાજિત ૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવાય

ટંકારા : ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અથાગ પ્રયત્નો દ્વારા ટંકારાને મળેલી નગરપાલિકામાં નગરજનોને સંપૂર્ણ સુવિધા મળે તે અંગે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ટંકારામાં સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા માટે પે એન્ડ યુઝ ટોઇલેટ માટે રૂપિયા ૧.૭૦ કરોડ તેમજ વ્યક્તિગત સૌચાલય માટે અંદાજિત ૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે.

ટંકારા નગરપાલિકા દ્વારા નગરજનોને શુદ્ધ અને સ્વચ્છ ફિલ્ટર પાણી મળી રહે તે માટે પાણીની ટાંકી ફિલ્ટર પ્લાન્ટ તેમજ નગર સ્વચ્છ બને તે માટે ભૂગર્ભ ગટર યોજના, સોસાયટીઓના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અંગેની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા GUDM અને પ્રદેશિક કમિશ્નર રાજકોટ દ્વારા કરવામાં આવેલ દરખાસ્તથી DPR બનાવવા તેમજ નિમણૂક કરવામાં આવેલ છે. જે આગામી ૯૦ દિવસમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂર થતાં ટંકારા નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા ટંકારાના પ્રાણ સમા પ્રશ્નો અને ટંકારા વિકાસના કર્યો શરૂ થશે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments