મોરબી : આજે હળવદ દંતેશ્વર દરવાજા પાસે આવેલા ઘાંચી મસ્જિદ ખાતે નમાઝ બાદ વૃક્ષારોપણ, સાયબર ક્રાઇમ એવરનેસ તથા ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો તેમજ મોલવી અને અબ્દુલ કાદિર ઘાંચી સમાજ પ્રમુખ રહીમભાઈ હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં હળવદ પોલીસ સ્ટેશનથી પી. એસ. આઇ. પી. એલ.સેડાએ ટ્રાફિકની જાગૃતિ માટે સમજ આપવામાં આવી. તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ જાદવનાઓએ સાયબર ક્રાઇમ જાગૃતિ માટે યોગ્ય માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કમલેશભાઈ ડેડાણીયા વિગેરે નાઓ મારફતે કરવામાં આવ્યો હતો.



