મોરબી ભારત સરકાર દ્વારા ભારતની ટોચની 500 અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-10, ધોરણ-12, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની 12 માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મળવાપાત્ર છે, મોરબી જિલ્લાના યુવનોએ આ યોજના હેઠળ પી.એમ. ઈન્ટર્નશીપનો લાભ લેવા માટે www.pminternship.mca.gov.in પર 10/11/2024 સુધીમાં અરજી કરવાની રહેશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે એસ.એસ.સી (ધોરણ-10), એચ.એસ.સી (ધોરણ-12), આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત જરૂરી છે. અન્ય શરતોની વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 21 થી 24 વર્ષ હોવી જોઈએ, તે ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ, પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તેમજ આવક મર્યાદા વાર્ષિક 8 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ઉપરાંત સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ન હોવી જોઈએ.
આ યોજના હેઠળ અરજી કરવા માટેની પ્રક્રિયાની વાત કરીએ તો, ઉમેદવારે www.pminternship.mca.gov.in વેબસાઈટ ખોલવાની રહેશે. પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઈન્ટર્નશીપમાં અપ્લાય કરવું, અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર સાથે રાખવો, અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક અકાઉન્ટની વિગત રાખવી. ઉપરાંત આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અન્વયે યુવાનોને ભારતની અગ્રણી કંપનીઓમાં 12 માહીના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક, ભારત સરકાર દ્વારા રૂ. 4500 તથા કંપની દ્વારા રૂ. 500 માસિક સહાય, સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ. 6000 નું આકસ્મિક અનુદાન તથા સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષાવીમા યોજના હેઠળ દરેક ઈન્ટર્ન માટે વીમા કવચ સહિતના લાભ પુરા પાડવામાં આવે છે.
ઈચ્છુક ઉમેદવારો તા.10/11/2024 સુધીમાં પોતાની જાતે અરજી કરવી અથવા જિલ્લા રોજગાર કચેરી, મોરબી તથા આઈ.ટી.આઈ. , મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો. ઉપરાંત અરજી પ્રક્રિયા અંગેના વીડિયોની લીંક પણ અહીં ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે જેના પરથી ઉમેદવારો અરજી પ્રક્રિયા અંગે માહિતીગાર થઈ શકે છે.https://youtu.be/tWRODZVbhoE?feature=shared, https://youtu.be/CRUpP_wlVo0?feature=shared
વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવાસદન, મોરબી તથા આઈ.ટી.આઈ., મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ, મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો. અથવા 02822 240419/982454333/8020169599 ઉપર કોન્ટેક કરવો. પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોએ https://forms.gle/D7srVjTYTQLxXdUcA લીંક ખોલીની અથવા નીચે આપલે QR કોડ સ્કેન કરી પોતાની વિગતો ભરવા માટે જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.