મોરબી : મોરબીના નહેરુ ગેટ ચોક ખાતેથી પાલિકા દ્વારા 10 રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે આ ખાતમુહૂર્ત થયું હતું. આ વેળાએ જયંતીભાઈ પટેલ, પાલિકાના પૂર્વ કાઉન્સિલરો, પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા સહિતના હાજર રહ્યા હતા.


ખાતમુહૂર્ત થયેલા ડામર રોડના કામો
- કલેકટર બંગલાથી સ્ટેશન રોડ સુધી
- દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધી
- જેલ ચોકથી મચ્છુમાં મંદિર સુધી
- શ્રીકુંજ ચોકડીથી નવલખી બાયપાસ સુધી
- જુના બસ સ્ટેન્ડ સર્કલથી સ્ટેશન રોડ સુધી
- નટરાજ ફાટકથી પરશુરામ પોટરી સુધી
- નટરાજ ફાટકથી એલ.ઈ. કોલેજ સુધી
- ત્રિકોણબાગથી કલેકટર બંગલા સુધી
- કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર સુધી
- રવાપર રોડ વાઘપરાના નાલાથી જેલ રોડ પોલીસ સ્ટેશન સુધી