મોરબીની શનાળા રોડ પર આવેલ વિઝન આંખની હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આંખના નિષ્ણાંત ડો.મેહુલ પનારા, ચામડીના રોગના ડો.જિજ્ઞાસા પનારા અને બાળરોગના ડો. અમિત બોડાએ સેવા આપી હતી. કેમ્પમાં અંદાજિત 140થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આંખ વિભાગમાં 13થી વધુ દર્દીઓને મોતિયાનું નિદાન કરી આપવામાં આવ્યું છે. તથા અન્ય દર્દીઓને નંબરની તપાસ તથા પડદાના રોગોની ફ્રી તપાસ ડો.મેહુલ પનારા દ્વારા કરી આપવામાં આવી હતી. જ્યારે ડો.જિજ્ઞાસા પનારા દ્વારા ધાધર, ખસ, ખરજવું, સોરીયાસીસ, ખીલ, શીળસ, એલર્જી, ગુમડા જેવા ચામડીના રોગોના દર્દીઓની તપાસ કરીને નિદાન તથા સારવાર કરી આપી હતી. તેમજ ડો અમિત બોડા દ્વારા બાળકોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી.
