મોરબી :મોરબી – માળીયા હાઇવે ઉપર મોરબી તાલુકાના શક્તિનગર (રવાપર નદી) નદી ગામે રહેતો મહેશભાઈ બચુભાઇ ઘાટેલિયા ઉ.26 નામનો યુવાન પોતાનું જીજે – 03 – સીએમ – 4340 નંબરનું બાઈક લઈને જતો હતો ત્યારે ભરતનગર ગામની સીમમાં આવેલ કેશવ પ્લાઝા સામે રોસ ક્રોસ કરવા જતા જીજે – 36 – એજે – 9011 નંબરની મહિન્દ્રા એક્સ્યુવી કારના ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક મહેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના મોટાભાઈ યોગેશભાઈ ઘાટીલિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.