Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiલાકડીયા-અમદાવાદ વીજ લાઈનનું કામ 3 દિવસમાં. નહિ અટકાય તો કોંગ્રેસ આંદોલન કરશે

લાકડીયા-અમદાવાદ વીજ લાઈનનું કામ 3 દિવસમાં. નહિ અટકાય તો કોંગ્રેસ આંદોલન કરશે

લાકડીયા-અમદાવાદ વીજ લાઈનનું કામ અટકાવવા મુખ્યમંત્રીને મોરબી કોંગ્રેસ પ્રમુખની રજુઆત

મોરબી : 765 કેવી લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મો૨બી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ગંભી૨ છે. આવી પરિસ્થિતિમાં ડ્રગ્સ, દારૂ, કેફીપદાર્થો, ખનીજ ચોરી, વ્યાજખોરી, મર્ડર માત્રને માત્ર સામાન્ય બની ગયું છે. સામાન્ય જનતા તથા ખેડૂતો ઉ૫૨ ખુલ્લેઆમ અન્યાય—અત્યાચાર થઈ રહ્યો છે. તેવામાં પોલીસ તંત્ર લુખ્ખા તત્વો તથા ઉદ્યોગકારોને છાવરી રહ્યું છે. ખેડૂતોની કાળજા સમાન જમીનો ઉ૫૨ પ્રાઈવેટ કંપનીઓના હકકના કા૨ણે ખેડૂતો ન્યાય માટે વલખા મારી રહ્યા છે.

સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા 5–બી ટ્રાન્સમિશન લી. ને 765 કે.વી. લાકડીયા–અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મો૨બી જિલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડૂતોને સાંભળ્યા વિના કામ ક૨વામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા પાવ૨ગ્રીડ ખાવડા –બી ટ્રાન્સમિશન લી. દ્વારા કોઈ પણ પ્રકા૨નું યોગ્ય વળત૨ ચુકવ્યા વિના ક૨વામાં આવી રહેલા કામમાં ખેડૂતો ઉપ૨ અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામ તાત્કાલીક ધો૨ણે અટકાવવામાં આવે. જો આ કામ તાત્કાલીક ધો૨ણે 3 દિવસમાં અટકાવવામાં નહી આવે તો નાછુટકે અમારે 22 નવેમ્બરથી ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફ૨જ પડશે.

આ આંદોલનમાં કાર્યકારી અધ્યક્ષ લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય પી૨જાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોજભાઈ પનારા, મો૨બી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણી, માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી—માળીયા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાણા તથા માળીયા તાલુકા વિરોધપક્ષના નેતા અશોકભાઈ કૈલા સહિતના આગેવાનો આ આંદોલનમાં જોડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments