મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે ખોડીયાર મંદિરની પાસે રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ઉંબેર ગામે રહેતો નિલેશ કોયાભાઈ ડીંડોલ (ઉમર ૨૧) નામનો યુવાન ગઈકાલ તા.૧૭ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેનું બાઇક લઈને મોરબી-માળિયા હાઇવે ઉપરથી જતો હતો.ત્યારે ત્યાં બહાદુરગઢ ગામના પાટીયા પાસે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું.આ અકસ્માત બનાવમાં માથા તથા શરીરે થયેલ ગંભીર ઇજાઓના પગલે નિલેશભાઈ ડીંડોલ નામના ૨૧ વર્ષીય અપરણિત ખેત મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું.