Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiજલારામ મંદિર વીરબાઈ માની પૂણ્યતિથીની ધાર્મિક કર્યો થકી ઉજવણી

જલારામ મંદિર વીરબાઈ માની પૂણ્યતિથીની ધાર્મિક કર્યો થકી ઉજવણી

મોરબી : સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપાના ધર્મપત્નિ માતૃશ્રી વીરબાઈ માઁની 146મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવા માં આવ્યુ હતું.

જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતીની બહેનો દ્વારા ધૂન-ભજન કરી પૂ.જલારામ બાપા તથા માતૃશ્રી વીરબાઈ માઁની આરાધના કરવામાં આવી હતી. આ દરમ્યાન બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, રશ્મિબેન કોટક, રીનાબેન ચૌહાણ, મીનાબેન ચંડીભમર, નયનાબેન મીરાણી, ગાયત્રીબેન પંડિત, ભારતીબેન રામાવત સહીતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments