મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ હોમ ડેકોર સેનેટરીવેર્સના લેબર કવાટર્સમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની પ્રશાંતકુમાર રતનલાલ યાદવ ઉ.27 નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.