મોરબીની સબજેલમાં તાજેતરમાં ઓચિંતા ચેકિંગ દરમિયાન મોબાઈલ મળતા આ જેલ છે કે મોબાઈલ તેવા વેધક સવાલ વચ્ચે મોબાઈલની વધુ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં મોરબીની જેલની અંદરથી કેદીએ લાઈવ વિડીયો કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે.ગેંગરેપ કેસમાં જેલમાં રહેલા બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ જેલમાંથી rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડી માંથી લાઈવ કર્યું હતું. જો કે આ કેદીએ દારૂ પીને મોબાઈલમાં લાઈવ રેકોર્ડિંગ કર્યું હોવાની ચર્ચા વહેલી થઈ હતી.
મોરબી સબ જેલની અંદરથી કેદીએ ઇન્સ્ટાગ્રામથી લાઈવ વિડિયો કર્યો હોય તેવો વિડિઓ સોશ્યલ મીડિયામ વાયરલ થયો છે. બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ જેલમાંથી rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડી માંથી લાઈવ કર્યું હતું. મોરબી જેલમાં ગેંગ રેપ કેસમાં સજા ભોગવતા બાબુ કનારા નામના આરોપીએ ઇન્સ્ટાગ્રામ આઇડી માં લાઈવ કર્યુંનો વિડિઓ વહેતો થતા જેલ તંત્ર ફરી એકવાર કેદીઓને સુવિધા પૂરી પાડતું હોવાનું સામે આવ્યું છે. આ આરોપી બાબુ કનારા વિરૂદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદ્રાબાદમાં પણ લૂંટનો ગુનો નોંધાયો હોવાની માહિતી મળી છે. આગાઉ આરોપી ભુજ,પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે.
વિડિઓ અંગે જેલ અધિક્ષક એચ એ બાબરીયાને પૂછતાં વિડિઓ ક્યારનો છે તે અંગે તપાસ કર્યા બાદ માહિતી આપવા કહ્યું છે. જો કે સવાલ એ થાય છે કે જેલ તંત્રની પરવાનગી વગર કોઈપણ પ્રતિબંધિત વસ્તુ અંદર ન જઈ શકે. તો મોબાઈલ કેવી રીતે જેલમાં પગ કરી ગયો ? અને એવી પણ વાત સામે આવી છે કે, આરોપીએ દારૂ પીને વિડીયો વાયરલ કર્યો હોવાની ચર્ચા છે.ત્યારે દારૂ અને મોબાઈલ આરોપી પાસેથી કયથી મળ્યા ? આ અંગે જેલ તંત્રએ મગનું નામ મરી પાડ્યું નથી. તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું છે.તેથી જેલ તંત્ર આ બાબતમાં વરવી ભૂમિકા બહાર આવી છે. આ સરપ્રાઈઝ ચેકિંગમાં અનેક મોબાઈલ મળ્યા હતા. આ મોબાઈલ મળવાના પ્રકરણમાં જેલરની બદલી થઈ ગઈ હતી. ત્યારે હવે કોનો ભોગ લેવાશે ?