મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભુગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા અંગે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશભાઈ વિનોદભાઈ ભટ્ટ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીનો રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં આવેલ છે. આ રસ્તા ઉપર એસ.ટી. બસ સહિતના વાહનોની ભારે અવરજવર પણ રહે છે. તેમજ ચોમાસા દરમ્યાન આ રસ્તામાં ખાડા પડી જાય છે અને જેના કારણે અકસ્માતના પણ બનાવો બનેલ છે. જેથી અમારી રજુઆતને ધ્યાને લઈ જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભુગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા આપની કક્ષાએથી ઘટીત કાર્યવાહી કરવા અમારી રજુઆત છે.