મોરબી: ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ફરિયાદી ઇરફાનભાઈ ઇબ્રાહિમભાઈ જૂણેજા ગત તા.16ના રોજ ભેંસ લઈને ઘેર જતા હતા ત્યારે આરોપી નયુમ મુસાભાઈ વિકિયા ઘોડી લઈને ભેંસની નજીકથી નીકળતા ભેંસનું ટોળું ભડકયું હતું. જેથી ઘોડી દૂર ચલાવવા કહ્યું હતું અને બાદમાં ભેંસના ટોળાને ઘેર મૂકી સાહેદ કાળુભાઇ અને ફરિયાદી ઇરફાનભાઈ આરોપી નયુમના ઘેર ઠપકો દેવા જતા આરોપી નયુમ મુસાભાઈ વિકિયા અને આરોપી અયુબ મુસાભાઈ વિકિયાએ ઝઘડો કરી લાકડાના ધોકા અને પાવડાના હાથા વડે માર મારતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.