મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા 65- મોરબી માળિયા વિધાનસભા વિસ્તાર કાર્યકર્તા હોદ્દેદારો માટે આવતીકાલે તારીખ 23-11-2024 શનિવારના રોજ સવારે 10:00 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ સિનેમા ગૃહ ખાતે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મના સ્પેશિયલ શો નું આયોજન કરવામાં આવ્યું છે.
સંગઠનના વર્તમાન તથા માજી હોદ્દેદારો, અલગ અલગ મોરચા- સેલના વર્તમાન તથા માજી હોદ્દેદારો, વર્તમાન તથા માજી કાઉન્સિલરઓ તેમાં જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વર્તમાન તથા માજી અને સદસ્યઓ વિગેરે માટે એક સ્પેશિયલ શો રાખેલ છે. “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાખાભાઇ જારીયા, રીસીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા નીહાળશે.
આ તકે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળી આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે કોઈ ચોક્કસ ઘટનાની વાસ્તવિકતા દર્શાવવા માટે ફિલ્મ એ સર્વોત્તમ માધ્યમ છે ત્યારે વાસ્તવિકતાથી માહિતગાર થવા “સાબરમતી રિપોર્ટ” ફિલ્મ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળવા માંગતા મોરબી તાલુકા માટે બચુભા રાણા, માળિયા તાલુકા માટે મણિલાલ સરાડવા, મનીષભાઈ કાંજીયા તથા શ્રી અરજણભાઈ હુંબલનો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
