મોરબી : વાંકાનેરના લુણસરથી દૂધ ભરેલ મીની ટેન્કર રાતી દેવળી ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક ડ્રાઈવર ચેમ્બરમાં કોઈ કારણોસર આગ લાગતા ચાલક નીચે ઉતરી ગયો હતો.સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી. જોકે ટેન્કરનો આગળનો આખો ભાગ સળગી ઉઠતાં વાંકાનેર નગર પાલિકા ફાયર ફાયટરેતાકીદે ઘટના સ્થળ પર દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. અને ગંભીર દુર્ઘટના થતાં અટકી હતી.
