મોરબી : ટંકારા તાલુકાના ટોળ ગામે સાસરું ધરાવતા મૂળ વાંકાનેરના સિંધાવદર ગામના પરિણીતાને સાસરિયાઓએ ઘરકામ અને ખેતીકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કરી મેણા ટોણા મારી પરિણીતાના દિયરે લાકડાનો ધોકો ફટકારી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા ડોમેસ્ટિક વાયોલન્સના આ કેસમાં મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મૂળ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની હફીજાબેન જાવેદભાઈ શેરસિયાના એક વર્ષ પૂર્વે ટંકારા તાલુકાના ટોળ ગામના જાવેદ આહમદભાઈ શેરસિયા સાથે લગ્ન થયા હતા. એક વર્ષના લગ્ન જીવનમા પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ અને ખેતીકામ બાબતે વારંવાર શારીરીક માનસિક ત્રાસ આપી ઢીકા પાટુનો માર મારતા હતા જેમાં હફીજાબેનના દિયર લતીફભાઈએ લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા હફીજાબેને પતિ જાવેદભાઇ આહમદભાઈ શેરશીયા, સસરા આહમદ અલીભાઈ શેરશીયા, સાસુ રોશનબેન આહમદભાઈ શેરશીયા, જેઠ અલતાફભાઈ આહમદભાઈ શેરશીયા અને દિયર લતીફભાઈ આહમદભાઇ શેરશીયા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.