હળવદ એસબીઆઇ બેંક માં ફરજ ની સાથે સાથે વડીલો અને અશિક્ષિત અને સહાય ની જરૂર છે તેવા નાગરિકો ની અવિરત સેવા કરી રહ્યા છે
હળવદ માં આવેલ એસબીઆઇ બેંક શાખા માં ગન મેન તરીકે ડુંગરભાઇ કરોત્રા (રબારી) નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે વડીલો – દિવ્યાંગજનો અને અશિક્ષિત અને સહાય ની જરૂર છે તેવા લોકો ને પોતાની નૈતિક ફરજ સમજી અને સહાય કરી રહ્યા છે અને હળવદ તાલુકાના લોકો ડૂંગરભાઈ ની આ સેવા ની નોંધ લઇને સોશિયલ મીડિયા માં પોસ્ટ કરી અને તેઓને બિરદાવી રહ્યા છે ત્યારે આ ઝડપી યુગ માં કોઈને કોઈ ની સામે જોવાનો પણ સમય નથી અને સ્વાર્થ સિવાય કોઈ એક બીજા ને બોલાવવા પણ રાજી નથી તેવા આ હળાહળ કળીયુગ માં નિઃસ્વાર્થ ભાવે પોતાનો માનવ ધર્મ સમજી પ્રતિદિન અનેક લોકો ને પોતાના થી બનતી તમામ મદદ નિવૃત્ત સેના ના જવાન અને એસબીઆઇ બેંક માં ગન મેન તરીકે ફરજ બજાવતા ડુંગરભાઈ રબારી કરી રહ્યા છે ત્યારે ડુંગરભાઈ રબારી ની આ સેવા અન્ય માટે પ્રેરણારૂપ કહી શકાય
