મોરબી શહેરમાં આવેલ રણછોડનગર મેઇન રોડ ઉપરથી ગેરકાયદેસર હથિયાર તમંચો તથા જીવતા કાર્ટીઝ સાથે પરપ્રાંતીય ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી લીધો છે.
મળતી વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ મદારસિંહ મોરી તથા કિશોરદાન ગઢવીને બાતમી મળેલ હતી કે, અજયકુમાર મનભરણ સિંઘ (રહે. હાલ મોરબી, મુળ રહે.ગામ બેલાડી થાના ઉજીયારપુર જિ.સમસ્તીપુર (બીહાર)વાળાને ગેરકાયેસર હથિયાર તમંચા સાથે રણછોડ નગર મેઇન રોડ, અમૃત પાર્ક, ખોડીયાર ડેરીફાર્મ પાસે છે. જેથી એસ.ઓ.જી. ટીમ ઉપરોક્ત જગ્યાએ જઇ વોચ ગોઠવી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો હથિયાર તમંચો નંગ-૧ (કિં.રૂ.૧૦,૦૦૦) તથા જીવતા કાર્ટીઝ નંગ-૨ (કિ.રૂ ૪૦૦) મળી કુલ રૂપિયા ૧૦,૪૦૦ સાથે અજયકુમાર મનભરણ સિંઘને ઝડપી લીધો હતો. પોલીસે ઇસમ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
