મોરબી નગરપાલિકાના ચિફ ઓફિસર કુલદીપસિંહ વાળા તથા એન્જિનિયરની ઉપસ્થિતિમાં મોરબી શહેરી જનોની ટ્રાફિક સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા જેલ ચોકથી નજરબાગ સુધી ઓવર બ્રીજ બનાવવા રવાપર રોડ તથા આલાપ રોડ પર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સ્થળ પર રૂબરૂ તપાસ કરી હતી.
નગરપાલિકાના ચિફ ઓફિસર કુલદીપસિંહ વાળા તથા એન્જિનિયરને તાત્કાલીક અસરથી ઓવર બ્રિજ માટેના રિપોર્ટ તૈયાર કરવા માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સુચના આપી હતી. સમસ્યાનું નિરાકરણ માટે નગરપાલિકાના ચીફ ઑફિસર કુલદીપસિંહ વાળા દ્વારા તાકીદે બ્રીજ માટેના નિષ્ણાત માન્ય કન્સલ્ટન્ટને રૂબરૂ બોલાવી તાત્કાલિક બ્રીજની ડિઝાઇન બનાવવા સૂચના આપી છે.