મોરબી: ટંકારા તાલુકાના સરાયા ગામે છ દિવસ પૂર્વે ભેંસના ટોળા પાસેથી યુવાન ઘોડી લઈને નીકળતા ભેંસ ભડકતા થયેલા ઝઘડામાં ઘોડી લઈને નીકળેલા યુવાનને ભેંસ માલિકે ગાળો આપી માર મારવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે.
ટંકારાના સરાયા ગામે રહેતા નયુમ મુસાભાઈ વિકિયા ઉ.24 નામના યુવાને આરોપી ઇરફાન ઈબ્રાહિમભાઈ જૂણેજા અને કાળું મામદભાઈ કૈડા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, ગત તા.16ના રોજ પોતે ઘોડી લઈને નીકળતા આરોપી ઈરફાનની ભેંસો ભડકતા ઈરફાન અને કાળુએ ગાળો આપી ઝઘડો કરી ફરિયાદી તથા સાહેદ અયુબભાઈને પાઈપ અને ધોકા વડે માર મારી માથું ફોડી નાખી શરીરે ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે વળતી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.