મોરબીમાં સિમ્પોલો ગ્રુપ અને ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આજે 24 નવેમ્બરને રવિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉમા ટાઉનશિપ યૂનિક સ્કૂલ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 134 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. એકત્રિત થયેલ રક્ત મોરબીની સિવિલ હોસ્પિટલ તથા સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે આપવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, માર્ટિન સવસાણિ ડેપ્યુટી મેનેજર (એક્સપોર્ટ વિભાગ) સિમ્પોલો ગ્રુપ, ગોપાલભાઈ સરડવા તથા રજનીભાઇ કાલરિયા સહિતનિઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ સિમ્પોલો ગ્રુપ અને ઉમા ટાઉનશીપ પરિવાર તથા રક્તદાતાઓનો સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો.
