મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ નંગ 1 (કિંમત રૂ.300) નાં મુદામાલ સાથે આરોપી રમીજખાન નુરખાભાઈ સીપાઈ (રહે. કાલિકા પ્લોટ શેરી નં-01 મોરબી)વાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.