મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા નંદીઓ માટે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. હવે તેના ભાગરૂપે વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી મોરબીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આગામી તારીખ 21/12/2024 શનિવારના રોજ ન્યુ એરા સ્કુલની આગળ, ઉમા બંગ્લોઝની બાજુમાં રવાપર ધુનડા રોડ મોરબી ખાતે ભવ્ય લોકડાયરા યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા મિલન પટેલ સહિતના કલાકારો રમઝટ બોલાવશે. આ લોકડાયરામાં પધારવા જાહેર જનતાને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે 7574885747 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
