મોરબી નિવાસી વેલજીભાઈ આંબાભાઈ ફેફર (ઉ.વ.96) તેઓ હરજીવનભાઈ, પ્રવીણભાઈ અને અમૃતભાઈના પિતા, વિપુલભાઈ, ડો. મહેન્દ્રભાઈ, આકાશભાઈ, હિમાંશુ અને ફેનીશના દાદાનું તારીખ 23-11-2024ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે.
સ્વ.વેલજીભાઈ ફેફરનું સદગતનું બેસણું આવતીકાલે તારીખ 25 નવેમ્બરને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે સુભાષનગર શેરી નં 1, બ્લોક નં 12, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સાથે જ બેસણામાં મહારક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બેસણામાં એકઠું થયેલું લોહી જરૂરિયાત મંદ લોકોને પૂરૂ પાડવામાં આવશે. જેથી મહારક્તદાન કેમ્પમાં વધુને વધુ લોકોને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
