મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા એલ. ઈ. કોલેજના એન.સી.સી કેડેટ-22 સ્ટુડન્ટને ટ્રાફિકના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસને સાથે રાખી ટ્રાફિક એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી ટ્રાફિક પીઆઈ કે એમ.છાસિયાંના માર્ગદર્શન હેઠળ એલ. ઈ. કોલેજના એન.સી.સી કેડેટ-22 સ્ટુડન્ટને ટ્રાફિકના અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે રાખી ટ્રાફિક પોલીસની કામગીરી બાબતે જાણકારી આપવામાં આવેલ હતી. અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત કરવામાં આવેલ હતા. લોકોમાં ટ્રાફિક નિયમોને લઈને જાગૃતતા આવે તે માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
