ટંકારા તાલુકાના લજાઈ ગામના ઝાપાવાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ CNG રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનો લજાઈ ગામે રહેતા અઝરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંઝા (ઉ.વ.32)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની CNG રીક્ષા નંબર- GJ-36-U-8976 (કિંમત રૂ.1,50,000) વાળી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.