મોરબી ભાજપ અગ્રણી અને સંગઠનમાં સક્રિય રીતે કાર્યરત એવા જે.પી. જેસ્વાણીનો આજે જન્મદિવસ છે તા.24 નવેમ્બર 1960ના રોજ જન્મેલા જે.પી. જેસ્વાણીએ આજે જીવનના 64 વર્ષ પૂર્ણ કરીને 65માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે
ભાજપ અગ્રણી જે.પી.જેસ્વાણી ભાજપ સંગઠનમાં અગાઉ જીલ્લા ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સીન્ડીકેટ મેમ્બર તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે. તો મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે કદમથી કદમ મિલાવી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે ભાજપ પરિવાર, તેમનો પરિવાર-મિત્રો અને સ્નેહીઓ તેમજ મોરબી ડેઈલી ટીમ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
