મોરબી માળિયા (મિયાણા) તાલુકાના સર્વે રામાનંદી સાધુ સમાજ માટે શ્રી રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ મોરબી-માળિયા દ્વારા 21 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન આગામી તારીખ 21 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ યોજાશે.
આ સમૂહ લગ્નમાં જોડાવા માગતા દીકરીના વાલીઓએ તારીખ 1-12-2024 થી 10-12-2024 સુધી ફોર્મ ભરી જમા કરાવી જવા જણાવ્યું છે. વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરાવવાના હોય નારણભાઈ રામાવત મો.98252 89534 અથવા મુકેશભાઈ રામાનુજ મો.98254 03288 ફરશુરામ નિમાવત મો.99136 70042 પાસેથી નીલમ સાઉન્ડ, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી ખાતેથી ફોર્મ મેળવી લેવા જણાવ્યું છે.
