Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં સ્વ.વેલજીભાઈ ફેફરના બેસણામાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ.વેલજીભાઈ ફેફરના બેસણામાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી: સ્વ.વેલજીભાઈ આંબાભાઈ ફેફરનું ગત તારીખ 23 નવેમ્બરના રોજ દુઃખદ અવસાન થયું હતું. ત્યારે આજે 25 નવેમ્બરના રોજ સુભાષ નગર સોસાયટી શેરી નંબર-1 મોરબી ખાતે સ્વ.વેલજીભાઈ ફેફરના બેસણામાં સાચી શ્રદ્ધાંજલી આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં 101 રક્તદાતાઓએ રક્તદાન કરીને સદગતના આત્માને સાચી શ્રદ્ધાંજલી આપી હતી. ડો.મહેન્દ્રભાઈ ફેફર નક્ષત્ર હોસ્પિટલની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં વિપુલભાઈ, મહેન્દ્રભાઈ, આકાશભાઈ, હિમાંશુભાઈ, દિનેશભાઈ તેમજ ફેફર પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પૂજ્ય સ.ગુ. પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા એ ફેફર પરિવાર, આયોજકો, તેમજ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments