માળીયા (મીં) તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલ કારખાનામાં હાઇડ્રો ક્રેનની સીંલીંગ તુટતા નીચે પટકાતાં યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયા (મીં) તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાયટોન માઇક્રો પાવડર નામના કારખાનામાં રહેતા સુમીતભાઈ કમલસીંગ મીણા (ઉં.વ.19)વાળા વાયટોન માઈક્રો કારખાને હાઈડ્રો ક્રેનની સીંલીંગ બાંધી આશરે 10 થી 12 ફુટની ઉંચાઈએ કલર કામ કરતી વખતે અકસ્માતે હાઈડ્રો ક્રેનની સીંલીંગ તુટી જતા નીચે પટકાતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સુમીતભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.