મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે દબોચી લીધો છે.
મોરબી એસ.ઓ.જી.ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ. કમલેશભાઇ ખાંભલીયાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના માણેકવાડા ગામની ઢોરાવાળા રસ્તાની સીમમા આવેલ તળાવ પાસેથી ગેરકાયદેસર જામગરી બંદુક સાથે શોહિલ ઉર્ફે બાડો સુલેમાનભાઇ સુમરા (રહે.રહે શેરી નં.3 સુમરા સોસાયટી, વિજયનગર, મોરબી)ને દબોચી લીધો હતો. આરોપી પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદુક નંગ 1 (કિં.રૂ.3000) તથા મોબાઇલ નંગ 1 (કિંમત રૂ.2000) કુલ કિંમત રૂપિયા 5000નો મુદામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
