Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiપઠાણી ઉઘરાણી કરનાર સામે મોરબીમાં વધુ એક ફરિયાદ: વ્યાજખોરોએ યુવકને માર માર્યો

પઠાણી ઉઘરાણી કરનાર સામે મોરબીમાં વધુ એક ફરિયાદ: વ્યાજખોરોએ યુવકને માર માર્યો

મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે બાબતે વાત કરવા યુવકને રવાપર રોડ પર સેલના પંપ સામે હોથલ ફાઇનાન્સની ઓફિસે બોલાવી યુવક પાસે વ્યાજના વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવકને લાકડી વડે ફટકાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબી શનાળા રોડ પર શાન્તી સ્કૂલ પાછળ ધરતી એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ નં-06માં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૫) એ આરોપી શિવમભાઈ રબારી, હિરાભાઇ રબારી તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી શિવમભાઇ રબારી પાસેથી ફરીયાદીએ વ્યાજે રૂપિયા લીધેલ જેના માટે ફરીયાદીને વાત કરવા માટે મોરબી રવાપર રોડ આવેલ સેલ પંપની સામે આવેલ આરોપી શિવમભાઈની હોથલ ફાઇનાન્સની ઓફીસે બોલાવી ત્યાં ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરી ઓફીસે હાજર આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments